આનંદઆશ્રમ બીલખા ટ્રસ્ટ દ્રારા આશ્રમ ખાતે બ્રાહ્મણ ઋષિકુમારો માટે નિશુલ્ક સંસ્કૃત પાઠશાળા ચલાવવા માં આવે છે. જે અંતર્ગત કોઈ પણ બ્રાહ્મણ ઋષિકુમારો ધો.૧૦ પાસ (સંસ્કૃત વિષય સાથે ) પ્રવેશ મેળવી શકે છે. આનંદઆશ્રમ બીલખા ટ્રસ્ટ દ્વારા તેઓ ને રહેવા જમવા ની સુવિધા નિશુલ્ક આપવામાં આવે છે તેમજ ત્રણ વર્ષ નો પૂર્ણકાલીન કર્મકાંડ નો સંસ્કુર્ત અભ્યાસ નિષ્ણાત આચાર્યશ્રી ઓ પાસે થી અપાવવામાં માં આવે છે. કર્મકાંડ નાં અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ પોતે સ્વતંત્ર રીતે કર્મકાંડ વિધિ કરાવી શકે છે તેમજ આગળ સંસ્કૃત નો ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. સંસ્કૃત પાઠશાળા માંથી અભ્યાસ કરેલા ઘણા વિદ્યાર્થીઓ હાલ દેશ-વિદેશ ખાતે કર્મકાંડ ક્ષેત્રે ખુબજ ખ્યાતી મેળવેલ છે. સંસ્કૃત પાઠશાળા માં પ્રવેશ ની વધુ વિગત માટે આશ્રમ નાં કોન્ટેક નંબર ૦૨૮૫-૨૬૮૩૨૫૫ ઉપર સંપર્ક કરવો.
આનંદઆશ્રમ બીલખા ટ્રસ્ટ દ્રારા આશ્રમ ખાતે નિશુલ્ક ઔષધાલય સેવા આપવામાં આવે છે. જેનાં માધ્યમ થી આસપાસ નાં ગ્રામજનો ઔષધાલય નો લાભ મેળવે છે. ઔષધાલય ખાતે નિશુલ્ક દવાઓ નું વિતરણ કરવામાં આવે છે તથા નિષ્ણાત તબીબ દ્વારા તબીબી માર્ગદર્શન આપવામાં આવે છે.